વાંકાનેરમાં જીનપરા ખાતે રહેતા વૃદ્ધનું કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું, જે મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે, બીજા બનાવમાં વાંકાનેર શહેરમાં રહેતા અને ઢુંવા ચોકડીએ ટ્રાન્સપોર્ટ કર્મચારી યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. ત્રીજા બનાવમાં વાંકાનેર તાલુકાના વાંકિયા ગામની સીમમાં વાડીએ વાકિયા ગામે રહેતો એક યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા દવાખાનામાં દાખલ થયો છે.




જીનપરામાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત
વાંકાનેરના જીનપરા ખાતે રહેતા 64 વર્ષીય હેમંતભાઈ નરસિંહભાઈ કાપડિયાને સરકારી હોસ્પિટલ ખાતે અગમ્ય કારણસર દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને ચકાસીને તેમને મૃત જાહેર કર્યા હતા.આ મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે તો તપાસ અધિકારી એ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં હેમંતભાઈનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે
ટ્રાન્સપોર્ટ કર્મચારીનો પોતાની જ ઓફિસમાં આપઘાત
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની પંચશીલ સોસાયટીમાં રહેતા અને ઢુંવા ચોકડી નજીક સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટની ઓફીસમાં કામ કરતા જય મનોજભાઇ ખોરજા ઉ.30 નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર ઓફિસમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
વાંકિયા ગામની સીમમાં વાડીએ યુવાને ઝેરી દવા પીઘી
વાંકાનેર તાલુકાના વાકિયા ગામની સીમમાં મુન્નાભાઈની વાડીએ વાકિયા ગામે રહેતો ધીરજ જેસિંગ અજાણા (૨૨) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવવાની આગળની તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે.