વાંકાનેર: તાલુકાના ભલગામ ગામે બુધેશ ઉર્ફે બુધો ધીરૂભાઈ ભાલીયાના ઘર પાસે શેરીમાં જાહેરમાં ચાર ઇસમો તીનપતીનો જુગાર રમતા પોલીસ રેઇડ પકડાયા છે.
પકડાઇ ગયેલ બન્ને ઇસમો પૈકીના નં.(૧) દીનેશભાઈ ભવાનભાઈ મકવાણા જાતે કોળી ઉવ.૩૫ ધંધો ખેતી રહે હાલ-રાજકોટ મુળ ગામ-કોઠારીયા તા.વાંકાનેર તથા નં. (૨) બુધેશ ઉર્ફે બુધો S/O ધીરૂભાઈ ભાલીયા જાતે કોળી ઉવ.૨૪ રહે.ભલગામ વાળો હોવાનું જાણવા મળેલ છે. પોલીસે ચલણી નોટ રોકડા રૂપીયા-૧,૭૦૦/- તેમજ (૧) એક વી વો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કબ્જે કરેલ છે. નાશી ગયેલ ઇસમોમાં ભલગામ ગામના (૧) ગડો પોપટભાઇ ભાલીયા/કોળી અને (૨) ગોપાલ દેવશીભાઇ ભાલીયા/કોળી નો સમાવેશ થાય છે. આ કાર્યવાહી હરીશચંદ્રસિંહ અજમલસિંહ ઝાલા, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વાંકાનેર તાલુકા તથા પો.કો ન્સ. વીજયભાઈ ડાંગરે કરી હતી.
દારૂ સાથે ધરપકડ
(1) જેતપરડા હિન્દગ્રેસ કારખાનાની ઓરડીમાં રહેતા કનુબેન મનસુખભાઇ માવજીભાઈ સરવાડીયા (2) ધમલપરના મનસુખ વરસીંગભાઇ અબાસણીયા (3) સિંધાવદર ગાત્રાળનગર કેનાલ પાસે ઝુંપડામાં રહેતા જયાબેન વિભાભાઇ જખાણીયા (4) કોઠી ધાર વિસ્તારમાં રહેતા બેબીબેન રફીકભાઇ રાઠોડ અને (5) લાકડધાર અરવિંદ બાબુભાઇ અણીયારીયા તથા મહેશ ઉર્ફે ભૂરો ભનાભાઈ અણીયારીયા દેશી દારૂના ગુન્હા સબબ પકડાયા છે. લાકડધરના આરોપી વિદેશી સાથે અને મહેશ બાળ ગુન્હેગાર છે.
પીધેલ
(1) હસનપર શક્તિપરા વિસ્તારના મુકેશ દિલીપભાઈ વીજવાડીયા અને (2) અગાભી પીપળીયાના મગન ખીમજીભાઈ પરમાર પીધેલ પકડાયા છે.
ટ્રાફિક અંગેના ગુન્હા
રાતીદેવરીના સાજન કિશોરભાઈ વિકાણી અને (2) જેતપરડાના અશરફ અલીભાઈ ખોરજીયા સામે ટ્રાફિકના નિયમન ભંગ સબબ કાર્યવાહી થઇ છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો