વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન સીટી સ્ટેશન રોડ ઉપર જાહેરમાં જુગાર રમી રહેલા બે શખ્સને ઝડપ્યા છે.
આરોપી ઈકબાલશાં મહમદશાં શેખ અને અલીઅસગરભાઈ ઓસમાણભાઈ શેખને રોકડા રૂપિયા 710 તેમજ 10 હજારની કિંમતના બાઈક સાથે ઝડપી લીધા હતા જયારે દરોડા દરમિયાન આરોપી ગફુરભાઈ મુસલમાન નાસી જતા ત્રણેય વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી ગફુરને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.