કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

શહેર-તાલુકામાં જુગારની બે રેડ: ૧૨ પકડાયા

હસનપર અને ઢુવા માટેલ રોડ ઉપર પોલીસ દરોડા

વાંકાનેર શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૨ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી કુલ મળીને ૧.૧૪ લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર જીઇબીના સબ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા કરણભાઈ મકવાણાના ઘરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા કરણભાઈ નારણભાઈ મકવાણા (૧૯), નિલેશભાઈ પોપટભાઈ ભામાણી (૨૨), ધીરજભાઈ ઉર્ફે અજય માવજીભાઈ બાવળીયા (૩૦), સંજયભાઈ માવજીભાઈ વાળા (૨૩), રાજુભાઈ પરસોતમભાઈ મકવાણા (૨૫), અજયભાઈ સુરેશભાઈ લીંબડીયા (૨૫) અને વિજયભાઈ ભુપતભાઈ રોજાસરા (૧૯) રહે. બધા નવા ઢુવા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧૨૩૦ ની રોકડ તથા ત્રણ મોટરસાયકલ આમ કુલ મળીને ૧,૦૧,૨૩૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર નજીક હસનપર શેરી નં-૨ માં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની વાંકાનેર સિટી પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા સુરેશભાઈ ગોગજીભાઈ ઉઘરેજા (૩૫), રવિભાઈ બટુકભાઈ સારલા (૨૬), કિશનભાઇ નાથાભાઈ વિજવાડીયા (૨૫), જગદીશભાઈ ટપુભાઈ અબાસણીયા (૩૫) અને વિજયભાઈ મનસુખભાઈ પરસોંડા (૩૨) રહે. બધા હસનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૨૯૫૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!