૪૦ જેટલા વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને પદવી અને વિવિધ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવનાર ૧૫ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોનું પણ સન્માન થશે
વાંકાનેર: ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલીત ડો. આંબેડકર ઓન યુનિવર્સિટી અંતર્ગત શ્રીમતી કુમુદબેન પ્રવિણચંદ્ર મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની બે વિદ્યાર્થીનીઓને યુનિવર્સિટીમાં કોમર્સ અને આર્ટસ વિભાગમાં પ્રથમ ક્રમ આવવા બદલ ગોલ્ડ મેડલ મળેલ છે.
આ સાથે કેન્દ્રના અન્ય ૪૦ જેટલા વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને પદવી મળેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટી દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધા (તેજતૃષા-૨૨)માં સેન્ટરના કુલ ૧૫ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને રાજ્યકક્ષાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયેલ છે.
સંસ્થા માટે ગૌરવ પ્રાપ્ત કરવા બદલ સંસ્થા દ્વારા આવતીકાલે રવિવારના રોજ વખારીયા ઓડીટોરીયમ હોલ કે.કે. શાહ માધ્યમિક વિદ્યાલય ખાતે સાંજે ૬ થી ૭.૩૦ કલાકે ઉપરોકત તમામ વિદ્યાર્થી – ભાઇઓ – બહેનોને સન્માનિત કરવા સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
ઉપરોકત કાર્યક્રમો સંસ્થાના પ્રમુખ લલિતભાઇ એ. મહેતા તથા માનદ મંત્રી અનંતરાય બી. મહેતા સહિત અગ્રણીઓ – આગેવાનો – શિક્ષક પરિવાર તથા મહેમાનો સહિતના ઉપસ્થિત રહેશે.