રાત્રીના પોણા નવ વાગે વીજળીના જોરદાર કડાકાથી લોકો ડરી ગયા હતા
વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરમાં આખો દિવસ વરસાદી વાતાવરણ હોવા છતાં દિવસનો ખાસ વરસાદ નહોતો, પણ ગઈ રાત્રીના મેઘાવી માહોલ જામ્યો હતો જેમાં રાત્રીના આઠ વાગ્યા બાદ મેઘરાજા મનમૂકીને વરસતા સીઝનના પ્રથમ વરસાદમાં જ વાંકાનેરમાં 57 મીમી અને ટંકારામાં 100 મીમી વરસાદ વરસ્યો હતો. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે…



ગઈ કાલે રાત્રીના પોણા નવ વાગે વીજળીનો જોરદાર કડાકો થયો હતો, જેના કારણે લોકો ભયભીત થયા હતા, સામાન્ય રીતે વીજળીના પ્રકાશ અને અવાજ વચ્ચે થોડી સેકન્ડનો ગાળો રહેતો હોય છે, પરંતુ આ કડાકો એટલો નીચેથી હતો કે ઓચિંતાના અવાજથી ચોંકી ગયા હતા નાના બાળકોઓ માં ના ખોળા તરફ દોડયા હતા…
