મચ્છુ-1 ડેમ 28 ફુટ ભરાયો: સાઈટ પર વરસાદ ત્રણ ઇંચ
વાંકાનેર : ગઈ કાલે ફરી રાત્રે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી. વાંકાનેરમાં રાત્રે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. રાત્રે 8થી 10 દરમિયાન વાંકાનેરમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.
વાંકાનેરમાં મેઘરાજાએ ભારે હેત વરસાવ્યું હતું. વાંકાનેરમાં મેઘરાજા રાત્રે ગાજવીજ સાથે ધોધમાર રીતે તૂટી પડ્યા અને ચારેકોર પાણી ભરાયા હતા. તમામ રસ્તાઓ નદીના વહેણ બની ગયા હતા. રાત્રે 8થી 10 દરમિયાન વાંકાનેરમાં 47 મિમી એટલે બે ઈંચ જેવો વરસાદ પડ્યો હતો.
ડેમ સાઈટ વરસાદ વધુ પડ્યો છે. ત્યાં 77 mm (ત્રણ ઇંચ જેટલો) વરસાદ પડ્યો હતો. હાલમાં 2183 ક્યુસેકની પાણીની આવક ચાલુ છે અને ડેમ સપાટી 27.60 ફુટ થઇ ગઈ છે. માટેલીયો ધરો ઓવરફ્લો થયો છે અને બજારમાં પાણી આવી ગયા હતા.