વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ગામ પાસે આવેલ કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર
સુરેશભાઈ કિશોરભાઈ વર્મા (૩૦), રામલાલ રમણભાઈ મિશ્રા (૪૦) અને સામા પક્ષેથી નારાયણ સબરામ ખરાડી (૩૦) નામના ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને
ત્યાં તેને સારવાર આપ્યા બાદ પ્રથમ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવેલ છે જોકે, બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરી છે
બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના માટેલ ગામ પાસે આવેલ સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મખનભાઈ રમેશભાઈ વર્મા (૩૧) નામના યુવાને કોઈ કારણોસર ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી
તેને સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત કરેલ છે