કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કાછીયાગાળા પાસે બાઇકને ટ્રેક્ટરે હડફેટે લેતા બે જણાને ઇજા

કાછીયાગાળા પાસે બાઇકને ટ્રેક્ટરે હડફેટે લેતા બે જણાને ઇજા

થાનગઢથી ફેક્ચરનો પાટો છોડાવવા વાંકાનેર આવતા હતા

વાંકાનેર: થાનગઢ ખાતેથી વાંકાનેર પગમાં ફેક્ચરનો પાટો છોડાવવા વાંકાનેર આવતા હતા તે દરમિયાન થાનગઢ વાંકાનેર રોડ ઉપર કાછીયાગાળા ગામ નજીક સામેથી આવતા એક ટ્રેક્ટર ચાલકે અચાનક રોડ ઉપર વાળી લેતા મોટર સાયકલ સાથે ભટકાડતા બે જણાને ઇજાઓ થઇ છે…

જાણવા મળ્યા મુજબ નવા વાસ, આંબેડકર નગર-૪, વિટકો પોટરી થાનગઢ ખાતે રહેતા રસીકભાઇ દેવાભાઇ દેંગડા (ઉ.વ.૩૭) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૨૮/૧૧/૨૦૨૫ ના હું તથા મારા મિત્ર કમલેશભાઈ રામજીભાઇ જાખર રહે. મારૂતીનંદન સોસાયટી, થાનગઢ વાળા મારા જમણા પગમાં ફેક્ચરનો પાટો આવેલ હોય તે છોડાવવા માટે વાંકાનેર પીર મશાયખ હોસ્પીટલ ખાતે જવા મોટર સાયકલ હિરો એચ.એફ. ડિલક્સ રજી.નં. GJ-13-AE-1675 વાળુ લઇ નિકળેલ અને

મોટર સાયકલ કમલેશભાઇ ચલાવતા હોય નવેક વાગ્યે થાનગઢ વાંકાનેર રોડ ઉપર આવેલ કાછીયાગાળા ગામ નજીક પહોંચતા સામેથી એક ટ્રેકટર રજી નંબર.GJ-36-AL-8864 આવતું હોય જે ટ્રેક્ટરના ચાલકે અચાનક રોડ ઉપર પોતાનું ટ્રેક્ટર વાળી લેતા મોટર સાયકલ ટ્રેક્ટર સાથે ભટકાતા મને માથામાં ઇજા થતા હું બેભાન થઇ ગયેલ હોય અમને બન્નેને વાંકાનેર ખાનગી હોસ્પીટલે લઇ ગયેલ અને પછી રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવેલ તો ટ્રેકટર ચાલક વિરુધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા M.V.ACT કલમ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!