કેફી પ્રવાહી પીધેલ હાલતમાં વાહન ચલાવતા બે પકડાયા
વાંકાનેર: વાંકાનેરથી રાજકોટ તરફ રાજકોટ રોડ પર આવેલ આવેલ સુગર સ્પાઇસ હોટલથી આગળ બાઉન્ટ્રી તરફ જતા ડિવાડરની કટમાંથી ચોટીલા તરફ જવા માટે મોટર સાઇકલ લઇ રોડ ક્રોસ કરતા એક ડબ્બ્લ સવારી મોટરસાઈકલને ચોટીલા તરફથી એક સફેદ કલરની મોટર પુરઝડપે આવી મોટરસાઈકલના પાછળના ભાગે ભડકાડી દેતા મોટરસાઈકલ ચાલક અને પાછળ બેઠેલા પૌત્ર ડીવાડર ઉપર પડી ગયેલ અને બંનેને ઇજા થયેલ, મોટર સાઇકલ ચાલક ચોટીલા દવા છાટવાનો પંપ રીપેરીંગ કરાવવા જતા હતા….
જાણવા મળ્યા મુજબ નવાગામ બામણબોરમાં રહેતા વશરામભાઇ રણછોડભાઈ બાવળીયા (ઉ.વ.૬૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે પોતાને સંતાનમા એક દિકરી હેમા જે કાશીપર સાસરે છે અને ત્રણ દિકરા છે, તા. ૧૧/૧૨/૨૦૨૫ ના બપોરના વાડીએથી હું તથા મારા દિકરા અરવિંદભાઇનો દિકરો પંકજ સ્પેન્ડર પ્લસ મોટર સાઇકલ જેનો રજી.નં.GJ 36 C 8195 વાળુ લઇને ચોટીલા દવા છાંટવાનો પંપ રીપેરીંગ કરવવા માટે નીકળેલ હતા, અને વાંકાનેરથી રાજકોટ તરફ આવેલ સુગર સ્પાઇસ હોટલથી આગળ બાઉન્ટ્રી તરફ જતા 
ડિવાડરની કટમાંથી ચોટીલા તરફ જવા માટે મોટર સાઇકલ લઇ રોડ ક્રોસ કરતો હતો ત્યારે ચોટીલા તરફથી અર્ટીકા રજી. નં. GJ 01 WS 6220 પુરઝડપે આવી મોટરસાઈકલના પાછળના ભાગે ભડકાડી દેતા અમે ડીવાડર ઉપર પડી ગયેલ અને આ એક્સીડંટમાં મને જમણા પગે તથા હાથે અને પંકજને જમણા પગમાં ઇજા થયેલ હતી બાદમાં ૧૦૮ એમ્બ્યુલસમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયેલ હતા
પોલીસ ખાતાએ ગુન્હો. બી.એન.એસ કલમ ૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી), તથા એમ.વી એકટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબ નોંધેલ છે….
કેફી પ્રવાહી પીધેલ હાલતમાં વાહન ચલાવતા બે પકડાયા
વાંકાનેર એવન્યુ રાતીદેવરી રોડ પર રહેતા લખનભાઈ પ્રવિણભાઈ પંડ્યા (ઉ.35) વાંકાનેર નર્સરી ચોકડી પાસે મહીન્દ્રા થાર ફોર વ્હિલ ગાડી રજી. નંબર- GJ-36-AR-8712 જેની કી.રૂ-૭,૦૦,૦૦૦/ જાહેર રોડ ઉપર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં સર્પાકાર રીતે ચલાવી મળી આવતા ગુન્હો ગુન્હો એમ.વી.એકટ કલમ. ૧૮૫,૩-૧૮૧૧૮૧તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધાયો છે….
તેવી જ રીતે સુરેઈ (તા: ચોટીલા) ના વનરાજભાઈ કરમશીભાઈ ફિસડીયા (ઉ.28) હીરો ડીલક્ષ રજી. નંબર- GJ-13-BG-0764 જેની કી.રૂ-૩૦,૦૦૦/- વાળુ વઘાસીયા ટોલ નાકા પાસે જાહેર રોડ ઉપર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં સર્પાકાર રીતે ચલાવી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ: ૧૮૫,૩-૧૮૧૧૮૧તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધાયો છે…

