ટંકારા તાલુકાના સરાયા અને ખીજડીયા ગામે બાઈક પરથી પડી જતા ઇજા થયાના અલગ અલગ બે બનાવ બન્યા છે….
ટંકારા: તાલુકાના સરાયા ગામે બાલમંદિર નજીકથી બાઈકમાં જતા સમયે બાઇકમાંથી નિચે પડી જવાથી નારણભાઈ પીતાંબરભાઈને ઇજાઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં હતા.
બીજા બનાવમાં ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા ખતીજાબેન યાકુબભાઈ નામના 78 વર્ષના વૃદ્ધાને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી
ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા, ગામમાં તેઓ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે મંદિર નજીક બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો. જેમાં તેઓ ઇજા પામતા તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.