કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કાછીયાગાળા પાસે બાઇકને ટ્રેક્ટરે હડફેટે લેતા બે જણાને ઇજા

ડમ્પર હડફેટે મોટર સાયકલમાં સવાર બે ને ઇજા

રાતાવિરડા તરફ જતા રોડ ઉપર ગોળાઈ પરનો બનાવ

વાંકાનેર: તાલુકાના રાતાવિરડા તરફ જતા રોડ ઉપર ગોળાઈ પર મોટર સાયકલ પર સવાર બે જણાને સામેથી આવતા ડમ્પરના ચાલકે હડફેટે લેતા ફેકચર તથા ગંભીર ઇજાઓ કરી આરોપી પોતાના હવાલાવાળુ ડમ્પર મુકી નાસી ગયો હતો, જેની ફરિયાદ થઇ છે….
જાણવા મળ્યા મુજબ રહે. હાલ રાતાવિરડા ગામ નવા પ્લોટમાં ડિકોરા કારખાના પાસે મનસુખભાઇ ધનાભાઈ કોળીના મકાનમાં ભાડેથી મુળ રહે. સેજકપર તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળા નિલેશભાઇ પોપટભાઇ ભામાણી (ઉ.વ. ૩૪) એ ફરિયાદમાં લખાવેલ છે કે હું તથા મારો નાનો ભાઈ લાખાભાઈ

એમ્બીટો સીરામીક રાતાવિરડા ગામની સીમ ખાતે પેલેટ વિભાગમાં મજુરી કામ કરીએ છીએ અને હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ રજી.નં.GJ-03-KN-42 9942 લઈને તા. ૧૮/૦૫/૨૦૨૫ ના રાત્રીના અમે બન્ને જણા કવરટેક કારખાના પાસેથી આવતા સિમેન્ટ રોડ ઉપરથી સામેના ભાગે મોટો સ્ટોન સીરામીકથી રાતાવિરડા ગામ તરફ જતા રોડ ઉપર હતા ત્યારે કવરટેક કારખાનાથી સામે આવતા રોડ તરફ વળતી ગોળાઇ પાસે પહોંચતા

ત્યાં એક ડમ્પર પુરપાટ સ્પીડમાં આવેલ અને તેને મોટર સાયકલને આગળના ભાગેથી ડમ્પરે હડફેટે લેતા અમો બન્ને રોડ ઉપર નીચે પડી ગયેલ હતા અને મને બન્ને પગમાં તથા ડાબા ખભ્ભામાં ફેકચર તેમજ પાછળ બેઠેલ લાખાભાઇને માથામાં તથા પેટના ભાગે તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ કરી આરોપી પોતાના હવાલાવાળુ ડમ્પર નં GJ- 3-BT-04890 મુકી નાસી ગયેલ હતો પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા M.V.ACT કલમ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!