કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચોરાઉ મોટરસાઈકલ સાથે બે ઇસમો ઝબ્બે

ડો.દેલવાડીયાના દવાખાના પાર્કિંગમાથી ચોરી કરી હોવાનું કબુલ કર્યું

વાંકાનેરમાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે સિટી સ્ટેશન રોડ પરથી બે ઈસમોને પકડીને વાંકાનેર સિટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

વાંકાનેર સિટી પોલીસના પી આઈ કે. એમ. છાસીયાના માર્ગદર્શન હેઠળ પોલીસકર્મી દિવ્યરાજસિંહ ઝાલા અને પ્રતિપાલસિંહ વાળાને ચોક્કસ વાતની મળી હતી કે, વાંકાનેર સિટી સ્ટેશન રોડ પર ચોરાઉ બાઈક સાથે બે ઈસમો પસાર થશે. જે બાતમીના આધારે પોલીસ કર્મીઓએ વોચ ગોઠવી હતી અને સિટી સ્ટેશન રોડ પરથી રૂપિયા ૩૦ હજારની કિમતના નંબર પ્લેટ વગરના કાળા કલરના સ્પેન્ડર પ્લસ મોટરસાયકલમાં ડબલ સવારીમાં આરોપી મિતુલભાઈ જેઠાભાઈ ગુગડીયા અને જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ નગવાડીયા પસાર થતા પોલીસે તેમને અટકાવ્યા હતા. પોલીસે પોકેટકોપ એપની મદદથી વાહન સર્ચ કરી આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં બંને આરોપીઓએ આ  મોટરસાયકલની  ડો.દેલવાડીયાના દવાખાના પાર્કિંગમાથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.જેથી પોલિસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!