કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મોરબીથી ચોટીલા દર્શને જતી વખતે અકસ્માતમાં બેના મોત, 10ને ઇજા

મોરબીના યાત્રાળુઓની કારના ચાલકે ચોટીલાના બોરીયાનેશ પાસે કાબુ ગુમાવતા કાર કન્ટેનર સાથે અથડાઈ

મોરબી : મોરબીથી ચોટીલા દર્શને જતી વખતે ચોટીલા નજીક મોરબીના લોકોની કારને અકસ્માત નડ્યો હતો.જેમાં શનિવારે બપોરે મોરબીના યાત્રાળુઓની કારના ચાલકે ચોટીલાના બોરીયાનેશ પાસે કાબુ ગુમાવતા કાર કન્ટેનર સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે 10 મુસાફરોને ઇજા પહોંચી હતી.

સંદેશ દૈનિક અખબારના અહેવાલ મુજબ મોરબી રહેતાં જેન્તીભાઇ દેવુભાઇ બડધા ઉ.૩૫, ચિરાયુ જેન્તીભાઇ બડધા ઉ.૯ માસ, રમીલાબેન જેન્તીભાઇ બડધા ઉ.૩૫, હંસાબેન રમેશભાઈ બડધા ઉ.૪૫. મનીષાબેન રમેશભાઈ બડધા ઉ.૨૫, બાલુબેન કાળાભાઈ સલાટ ઉ.૩૦, સંગીતાબેન કાળાભાઈ સલાટ ઉ.૧૮, રમેશભાઈ દેવજીભાઈ બડધા ઉ.૪૯, દિનેશભાઈ મોહનલાલ ૯.૩૦, રાજેશભાઈ હમીરભાઈ ૯.૧૯, આર્ય અશોકભાઈ સોલંકી અને ભયુ હમીરભાઇ સલાટ ઈકોમાં બેસી ચોટીલા માતાજીના દર્શન કરવા જતાં હતા ત્યારે બોરીયાનેશ પાસે ચાલકે કોઇ કારણોસર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અથડાતા અકસ્માત થયો હતો બેકઠા થફેલા લોકોએ ઇજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા ચોટીલા રેરલ હોસ્પિટલ ખસેડયા હતા ૧૨ પૈકી ૯ ઇજાગ્રસ્તોને રાજકોટ સિવીલ હોસ્પિટલે ખસેડતા અહીં રમેશભાઈ બડધા અને દિનેશ મોહનલાલના રાજકોટમાં સારવાર દરમીયાન મોત નીપજયા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!