ઢુવા નજીક ટ્રેન હડફેટે રાજસ્થાની યુવાનનું મૃત્યુ
વાંકાનેર: મિલ પ્લોટ રેલ્વે સ્ટેશન રોડ પર સરકારી વસાહત પાસે વર્લી-ફીચરના આંકડાનો જુગાર રમતા- રમાડતા બે શખ્સને એલ.સી.બી.એ પકડી પડેલ છે.







પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. ભરતભાઈ ધેલાભાઈ જીલરીયા તથા એલસીબી સ્ટાફના પો.કોન્સ. દશરથસિંહ ગગુભા પરમારે મિલ પ્લોટ રેલ્વે સ્ટેશન રોડ પર સરકારી વસાહત પાસે વર્લી-ફીચરના આંકડાને જુગાર રમતા- રમાડતા મિલ કોલોનીમાં રહેતા ક્રિપાલસિંહ બાબુભા જાડેજા અને અબુભાઈ રહે. મૂળ ચોટીલા હાલ મિલ પ્લોટ વાળાને રોકડ રુપીયા રૂ. ૧૫,૬૧૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલે કી.રૂ. ૨૦,૬૧૦/- ના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
ઢુવા નજીક ટ્રેન હડફેટે રાજસ્થાની યુવાનનું મૃત્યુ
વાંકાનેર : તાલુકાના ઢુવા નજીક આવેલ જેટ સિરામિક કારખાના પાછળ રેલવે ફાટક પાસેથી પસાર થતી ટ્રેન હડફેટે આવી જતા મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં જેટ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા સંજય રાજેશભાઇ સોલંકી ઉ.40 નામના યુવાનનું મૃત્યુ નિપજતા મકનસર રેલવે સ્ટેશન માસ્તરે પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
દારૂ સાથે:
ધમલપર-2 માં રહેતા ભાવિકાબેન જાવેદભાઈ કટિયા તથા પલાંસડીના રાહુલ રઘુભાઇ પીપળીયા પાસેથી દેશી દારૂ કબ્જે કરતું પોલીસ ખાતું
પીધેલ:
જીનપરા શેરી નં 12 માં રહેતા નિલેશ ગીરીશભાઈ વિંઝવાડિયા તથા ભલગામના દિપક મનુભાઈ વાળા કેફી પ્રવાહી પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
તીથવાના કુંવર કાળુભાઇ ફાંગલીયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
