કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લૂંટ કરનાર ભોજપરા (વાદી)ના બે શખ્સો ઝડપાયા

આરોપી રીઢા ગુન્હેગાર

ખેડુતના માલ વેચાણના રૂપિયા ૧,૨૨,૦૦૦/- ઝુંટવી લીધેલા

વાંકાનેર: હળવદ નજીક ઢવાણા ગામના પાટીયા પાસે એક ઇસમ સાધુના વેષમાં તથા સ્વીફ્ટ ચાલક એમ બંન્નેએ મળી ફરીયાદી ખેડુતના માલ વેચાણના રૂપિયા ૧,૨૨,૦૦૦/- ઝુંટવી લઇ ગયેલ બંન્ને ભોજપરા (વાદી)ના ઇસમોને સ્વીફ્ટ કાર તથા રોકડા રૂપીયા સાથે મોરબી એલ.સી.બી. / પેરોલફલો સ્કવોડની ટીમે ઝડપી પાડયાં છે…

જાણવા મળ્યા મુજબ ગઇ તા. 3/6/2025 ના રોજ ફરીયાદી પોતાની ખેતીની ઉપજના રૂપિયા પોતાના મોટર સાયકલ લઇ હળવદથી જીવા ગામ તરફ જતા ઢવાણા ગામના પાટીયા પાસે એક કાળા જેવા કલરની સ્વીફ્ટ કારમાં એક ઇસમ સાધુ જેવા વેશમાં બેસી તથા બીજો ઇસમ કાર ચલાવી આવી ફરીયાદીને મોટર સાયકલ રોકવા ઇશારો કરતા ફરીયાદીએ પોતાનું મોટર સાયકલ ઉભુ રાખતા તેને શીવ મંદિર બાબતે પુછી ફરીયાદીને કહેલ કે તમો ભાગ્યશાળી છો તમને આવા સાધુના દર્શન થયેલ છે તેમ કહેતા ફરીયાદી તેની પાસે જતા ફરીયાદી પાસે પાકીટમાં રહેલ રૂપિયા તથા તલ વેચાણના રૂપિયા એમ મળી કુલ રૂપિયા ૧,૨૨,૦૦૦/- ની ફરીયાદી પાસેથી બળજબરીથી જુટવી બંન્ને આરોપીઓએ એકબીજાએ મદદગારી કરી લઈ નાશી ગયા હોય જે બાબતે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો.

ગેલેક્ષી ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

જેથી આરોપીઓએને ઝડપી પાડવા મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમો બનાવી તપાસ હાથ ધરી સી.સી. ટીવી ચેક કરતા પોલીસને સંયુક્તમા બાતમી મળેલ કે સાધુ જેવો માણસ તથા એક કાર ચાલક બંન્ને પાસેની કાર હતી તે ગ્રે કલરની સ્વીફ્ટ કાર છે. અને તે બંન્ને માણસો વાંકાનેર ભોજપરા (વાદી) વિસ્તારના વાદી છે જેમાં એકનુ નામ ધારુનાથ તથા બીજાનુ નામ બહાદુરનાથ છે તે બંન્ને કાર તથા રોકડા રૂપિયા સાથે હાલમાં રાતાભેરથી માથક જવાના રસ્તાએ હોવાની ખાનગી માહિતી મળેલ, જે અન્વયે તપાસ કરતા બાતમીવાળી જગ્યાએથી આ ગુન્હામાં ઉપયોગ કરેલ સ્વીફ્ટ કાર રજી.નં.GJ-36AJ 6957 વાળી તથા બંન્ને ઇસમો બહાદુરનાથ સુરમનાથ અટક પરમાર (ઉ.વ.૩૦) રહેવાસી ભોજપરા વાદીપરા તા.વાંકાનેર તથા ધારૂનાથ જવેરીનાથ અટક સોલંકી (ઉ.વ.૩૫) રહેવાસી ભોજપરા વાદીપરા વાંકાનેરવાળા મળી આવતા પુછપરછ કરતા પોતે બન્ને આ ગુનાની કબૂલાત આપતા બંન્ને કુલ રોકડા રૂપીયા ૧,૨૦,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ સ્વીફ્ટ કાર કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૫,૨૦,૦૦૦/- ના મુદામાલ સાથે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન તરફ સોંપવામાં આવેલ છે.

સહયોગ ક્રેડિટ સોસાયટી (હાઇવે- વાંકાનેર) તરફથી ઈદ મુબારક

એકતા ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

ઝાહીરઅબ્બાસ/ યુસુફભાઈ (સિંધાવદર) તરફથી ઈદ મુબારક

તકદીર પોલ્ટ્રી ફીડ (કોઠી) તરફથી ઈદ મુબારક

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ (લાલપર) તરફથી ઈદ મુબારક

ખુશ્બુ પોલ્ટ્રી ફીડ (સિંધાવદર) તરફથી ઈદ મુબારક

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

સાજીદભાઈ મેસાણીયા (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

વધુમાં મળતી માહિતી મુજબ આરોપી બહાદુરનાથ પરમાર સામે વાંકાનેર સિટી અને તાલુકામાં છેતરપિંડી સહિત કુલ મળીને 6 ગુના નોંધાયેલ છે જયારે ધારૂનાથ સોલંકી સામે ધોરાજી અને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ચોરી અને છેતરપિંડી તેમજ કાવતરા સહિતની કલમ હેઠળ બે ગુના નોંધાયેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!