વાંકાનેરવાસી મોરબીમાં ટ્રાફિક ભંગમાં દંડાયા
વાંકાનેર: તાલુકાના માટેલ ગામના બે શખ્સોને પોલીસ ખાતાએ જુગાર રમતા પકડયા છે અને બે વાંકાનેરવાસી મોરબીમાં ટ્રાફિક ભંગમાં દંડાયા છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામના વિક્રમભાઈ જાદુભાઈ ડાભી (ઉ 32) અને (2) લાલજીભાઈ ટીસાભાઈ સરવાડીયા (ઉ. 25) ને પોલીસ ખાતાએ માટેલ ગામની સીમમાં આવેલ અમરધામ પાસે જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા કુલ રોકડા રૂપીયા ૧૨૦૦ ના મુદ્દામાલ સાથે પકડેલ છે અને જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધ્યો છે…
વાંકાનેરવાસી મોરબીમાં ટ્રાફિક ભંગમાં દંડાયા
હસનપરના પ્રતિકસિંહ ઘનશ્યામસિંહ ચૌહાણ અને ખાટકીવાસમાં રહેતા મોઇન ગુલામમોહંમદ કુરેશી બેફિકરાઈથી રીક્ષા ચલાવતા પોલીસખાતાએ પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે…