ઇનોવા સહિત રૂપિયા 2.10લાખનો મુદ્દામાલ કબ્જે
મોરબી : મોરબીના લાલપર ગામની સીમમાંથી પોલીસે બાતમીને આધારે ઇનોવા કારમાં 500 લીટર દારૂનો જથ્થો લઈને નીકળેલા બે શખ્સને ઝડપી લઈ ઇનોવા સહિત રૂપિયા 2.10લાખનો મુદ્દામાલ કબ્જે કરી દેશી દારૂની મંગાવનાર આરોપીનું નામ ખોલાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં બાતમીને આધારે જીજે – 06 – CM – 7979 નંબરની ઇનોવા કાર અટકાવી તલાશી લેતા ઇનોવામાં બેઠેલા આરોપી યુવરાજ બાબુભાઇ ધાધલ અને વિજય રાજાભાઈ વાળા રહે.બન્ને મેસરિયા વાળાના કબ્જામાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 10 હજાર મળી આવતા 2 લાખની કાર સહિત 2.10લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
વધુમાં પોલીસે બન્ને આરોપીઓની પૂછપરછ કરતા દેશી દારૂનો આ જથ્થો લાલપર ગામના સદામ હકીમભાઈ અજમેરીએ મંગાવ્યો હોવાનું કબૂલાત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.