મેસરીયા પાસે અકસ્માત સંદર્ભે બનેલો બનાવ
વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામ પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્વિફ્ટ ગાડીના ચાલકે બાઈક સાથે તેની કાર અથડાવી હતી અને ત્યાર બાદ કાર રોડ સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી જે બાબતનો ખાર રાખીને કાર ચાલક સહિત બે વ્યક્તિએ લોખંડના પાઈપ અને ધોકા વડે યુવાનને માર મારીને ઇજા કર્યાની ફરિયાદ થઇ છે.

જાણવા મળ્યા મુજબ મેસરીયા ગામે રહેતા રાજદીપભાઈ રવુભાઈ ખવડ (ઉ.19) એ અજયભાઈ ધીરુભાઈ ભૂસડિયા અને વિનુભાઈ કેશુભાઈ ભૂસડિયા રહે. બંને મેસરીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે કે ફરિયાદી પોતાનું બાઈક નંબર જીજે 13 બીઇ 9941 લઈને 

પોતાના ગામ તરફ જતા હતા ત્યારે ઢાળીયા પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપી અજયભાઈએ તેની સ્વીફ્ટ ગાડી નંબર જીજે 13 સીએફ 1396 લઈને નીકળ્યો હતો અને ફરિયાદીના બાઇક સાથે કાર અથડાવી હતી ત્યાર બાદ કાર રોડ નીચે ઉતરી ગઈ હતી તે બાબતનો ખાર રાખીને 

અજયભાઈએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને જમણા પગમાં માર મારીને ઈજા કરી હતી અને વિનુભાઈએ લાકડાના ધોકા વડે ફરિયાદીને માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
