ઓટાળા ગામે પણ ગ્રામજનોએ બચાવી લીધા
ટંકારા : ટંકારાના નેસડા સુરજી ગામે ભારે વરસાદને કારણે તમામ નદી-નાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા. તેવામાં સાંજે એક પુલ ઉપરથી પાણી જતું હોય તે વેળાએ બાઇક ઉપર નીકળેલા બે લોકો પાણીના ધસમસતા પ્રવાહને કારણે તણાઈ ગયા હતા. જો કે પુલની બીજી તરફ પાણી ઓછું હોય ગ્રામજનોએ બન્ને લોકોને બચાવી લીધા હતા.
આ ઉપરાંત ઓટાળા ગામે પણ આવી જ એક ઘટના ઘટી હતી ઓટાળા ગામે નદી બે કાંઠે વહેતા એક વૃદ્ધ ફસાયા હતા. જો કે બાદમાં ગ્રામજનોએ તેઓને હેમખેમ બહાર કાઢ્યા હતા. આમ બને ઘટનામાં સદનસીબે ગામલોકો દ્રારા રેસ્ક્યુ કરી લેતા જાનહાની ટળી હતી.
સૌ પ્રથમ અને સીધા જ સમાચાર વાંચવા
