આરોપી તરીકે બે મહિલા સહિત કુલ મળીને પાંચ શખ્સો: ઉપરાંત રાજકોટના એક શખ્સનું નામ પણ બહાર આવ્યું
વાંકાનેર: મૂળ વાંકાનેરના પણ હાલમાં મુંબઈ રહેતા રજનીકાંત સંઘવીના ફરિયાદ અત્યારે ટોક ઓફ ટાઉન બની છે, આ ફરિયાદમાં એક આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીની ધરપકડની ધરપકડ થઇ છે.

પોલીસ ખાતાએ છ દિવસના રિમાન્ડ મેળવેલ છે. મળતી માહિતી મુજબ પોલીસ અધિકારી છાસીયાસાહેબ વધુ તપાસ કરી રહ્યા છે. આ તપાસમાં વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના બે શખ્સ અને એક રાજકોટના માણસનું નામ પણ ખુલ્યું છે. હજી વધુ કડાકા ભડાકા થાય તો નવાઈ નહીં .



ઉલ્લેખનીય છે કે ફરિયાદી વૃદ્ધ અને તેના પત્ની હયાત છે, છતાં પણ તે બન્નેના મરણના પ્રમાણપત્ર ખોટી રીતે મેળવીને તેનો ઉપયોગ કરીને અમદાવાદના તલાટી બી.બી. રાઠોડ પાસેથી ખોટો પેઢી આંબો મેળવીને ખોટી વિગતોના આધારે નોટરી તરંગ આર. દવે રૂબરૂ સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામુ કરવામા આવ્યું છે; જેમાં પણ ખોટી માહિતી આપવામાં આવી છે.
આમ બે મહિલા સહિત કુલ મળીને પાંચ શખ્સો દ્વારા વૃદ્ધની માલિકીની કરોડો રૂપિયાની જમીન હડપ કરવા માટે કૌભાંડ કરવામાં આવ્યું હતું.