જૂની અદાવતમાં બનેલ બનાવ
ફરિયાદી હેર ડ્રેસરમાં વાળ કપાવતા હતા
વાંકાનેર: તાલુકાના ઢુવા ચોકડીએ હેર ડ્રેસરમાં વાળ કપાવતા અને તેની સાથે આવેલ અન્ય ઉપર ચાલતી જુની અદાવતનો ખાર રાખી સામેવાળા ત્રણ જણાએ છરી વડે અચાનક હુમલો કરી ઇજા પહોચાડેલ છે તેમજ ગાળો આપી ઢીકા પાટુનો માર મારવાનો બનાવ બનેલ છે…
જાણવા મળ્યા મુજબ સિક્યુરીટીમાં નોકરી કરતા જસનીતસિંહ બલબીંદરસિંહ ગીલ જાતે. શીખ (ઉ.વ.૩૪) ધંધો, પ્રા. સિક્યુરીટી રહે- હાલ-કમાન્ડર સીરામીક સરતાનપર રોડ તા. વાંકાનેર, મુળ ગામ. ડોટીયા તા.જી. તરનતારણ થાના સરયાલી (પંજાબ) વાળાએ ફરીયાદમાં
લખાવેલ છે કે હું યુનીટેડ સિક્યુરીટીમાં નોકરી કરૂ છું, અને મારી સાથે મારા મામાનો દિકરો ગુરસેવક ગુરમીતસીંઘ પલ સિક્યુરીટીમાં કામ કરે છે. આજથી ચારેક મહીના પહેલા અમારે પંજાબમાં અદીલબાગ સાથે માથાકુટ થયેલ, મારે વાળ કપાવા હોય જેથી દેવદીપ હેર ડ્રેસર ખાતે 
ગઇકાલ તારીખ ૧૭/૧૦/૨૦૨૫ ના રાત્રીના હું તથા ગુરુસેવક ગયેલ, હું વાળ કપાવતો હતો તેવામાં ત્યાં એકદમ અમારી સાથે ચાલતી અદાવતમાં (1) દીલબાગ સુખદેવસીંગ (2) પ્રીતપાલસીંગ જસવીરસીંગ તથા (3) ગુરપ્રીતસીંગ આવેલ અને ગાળાગાળી ઝઘડો કરવા લાગેલ અને 
અમે કાંઈ સમજીએ તે પહેલા દીલબાગ પાસે અમો રાખીએ એવી કરપાલ (છરી) હોય જેના વડે અમારા ઉપર આડેધડ ઘા મારવા લાગેલ અને મને ત્રણેક ઘા મારેલ પછી તેણે ગુરુસેવકને પણ ઘા મારવા લાગેલ અને પછી ગુરૂસેવકે દીલબાગની છરી પડાવી લીધેલ, અમે લોહીલુહાણ 
થઇ ગયેલ હોઈ ૧૦૮ માં મોરબી સરકારી દવાખાને લાવેલ, આ ઝઘડામાં સામવાળાને પણ લાગેલ છે પોલીસ ખાતાએ બી,એન.એસ.-૨૦૨૩ ની કલમ-૧૧૮(૨), ૧૧૫(૧), ૩૫૨ તથા જી,પી,એકટ કલમ ૧૩૫ અને મે. જીલ્લા મેજી.શ્રી મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરવાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
