અમરસર અને નવી રાતીદેવળીના આરોપીઓ
લીંબાળાના ડમ્પર ચાલક સામે ગફલત રીતે ચલાવવાનો ગુન્હો
વાંકાનેર: અમરસર ગામની સીમમાં ગાત્રાળ મંદિરના ઢાળ પાસે દેશી દારૂ સાથે અમરસર અને નવી રાતીદેવળીના બે જણાને પોલીસ ખાતાએ પકડેલાછે….
જાણવા મળ્યા મુજબ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર-૩૫ કી.રૂ.૭૦૦૦/- તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૩૦૦ કી.રૂ-૭૫૦૦/- એમ કુલ કી.રૂ.-૧૪૫૦૦/- ના પ્રોહી. મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઈ જઈ એકબીજાએ મદદગારી કરી ગુન્હો પ્રોહી. કલમ-૬૫ઇ, ૬૫એફ, ૮૧ મુજબ નોંધાયો છે, આરોપીઓના નામ નીચે મુજબ છે…
(1) વિશાલભાઈ નાનજીભાઈ સીતાપરા (ઉ.25) રહે.અમરસર,
(2) મુરાદભાઇ ઉર્ફે જીવણભાઇ મનોજભાઈ વિકાણી (ઉ.24)
રહે. નવી રાતીદેવળી
લીંબાળાના ડમ્પર ચાલક સામે ગફલત રીતે ચલાવવાનો ગુન્હો
લીંબાળાના ગાંડુભાઈ જાદવભાઇ સીતાપરા (ઉ.35) પોતાનાં હવાલા વાળુ ડમ્પર ટ્રક રજી.નં.GJ-36-V-5375 ઢુવા ચોકડી માટેલ રોડ પ૨ પુરઝડપે અને ગફલત ભરી રીતે રોંગ સાઇડમાં ચલાવી પોતાની તથા બીજા માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવતા મળી આવતા ગુન્હો ભારતિય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૮૧ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધાયો છે….
