કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચક્કર આવતા અને હાર્ટએટેકથી બે શખ્સના અપમૃત્યુ

લેબર ક્વાર્ટરમાં આગ: બાઈક પરથી પડી જતા ઇજા

વાંકાનેર: શાહનવાઝ નામથી કાપડની દુકાન ધરાવતા આધેડ વયના વ્‍યકિત હાજી કાદરભાઇ દાઉદભાઇ મેમણ સલોત શેરી નાકે આજે વહેલી સવારે દુકાન ખોલી સાફ સફાઇ કરી પાણી છાંટી રહયા હતા.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

ત્‍યારે અચાનક ચક્કર આવી જતા ઢળી પડતા પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. તાત્‍કાલીક પીર મશાયખ હોસ્‍પીટલમાં પહોંચાડતા હાજર ડોકટર દ્વારા તેઓને મૃત જાહેર કર્યા હતા.

વઘાસીયા ટોલનાકા પાસે ટ્રકમાં એટેકે આવતા યુવાનનું મૃત્યુ
વાંકાનેર : વઘાસીયા ટોલનાકા નજીક ટ્રકમાં હાર્ટએટેક આવી જતા મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા રાજુભાઇ ઇશ્વરભાઇ વિરાણી ઉ.45 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં આગ, પાંચ દાઝ્યા
વાંકાનેર: તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કેસ્ટોના સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમા આજે સવારે શ્રમિકો રસોઈ કરતા હતા ત્યારે અચાનક ગેસના બાટલાની નળી લિકેજ થતા ઓરડીમાં હાજર રહેલા આશિષ પ્રેમ બનજારા ઉ.19, વિકાસ પ્રેમ બનજારા ઉ.22, લખન વિષ્ણુ કહાર ઉ.23, રીતેશ કુશવાહા ઉ.23 અને રાહુલ કુશવાહા ઉ.23 નામના શ્રમિક દાઝી જતા બે શ્રમિકને વાંકાનેર અને ત્રણ શ્રમિકને રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે…

ચક્કર આવતા ચાલુ બાઈકે પડી જતા ઢુવાના શખ્સને ઇજા
વાંકાનેર- મોરબી હાઇવે ઉપર આવેલા વાંકાનેર તાલુકાના ઢુવા ગામે રહેતા હરેશભાઈ નટુભાઈ ગોલતર નામના ૨૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્ત હરેશ ગોલતર બાઈક લઈને ઢુવા ચોકડી પાસેના સર્વિસ રોડ ઉપરથી જતો હતો ત્યારે ચાલુ બાઈકે તેને ચક્કર આવતા પડી જવાથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને અત્રે સારવારમાં લાવવામાં આવ્યો હતો અને બનાવની હોસ્પિટલ ખાતેથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલે નોંધ કરીને તપાસ કરી હતી. આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકનો હોય આગળની તપાસ માટે અહીં જાણ કરવામાં આવી હતી…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!