આણંદપર અને મહીકામાં દેશી દારૂ પકડાયો
વાંકાનેર: તાલુકાના જામસર ગામના પાધરમાં જાહેરમાં જુગાર રમતા બે જણા પકડાયા છે, બીજા કેસમાં આણંદપરના અને મહીકાના મહીલા આરોપી પાસેથી દેશી દારૂ મળી આવેલ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામના પાધરમાં ખરાબામાં (1) ભરતભાઈ વિરજીભાઈ દેલવાડીયા (ઉ.29) અને 
(2) સવજીભાઈ સંઘાભાઈ દેલવાડીયા (ઉ.23) જાહેરમાં જુગાર રમતા રોકડા રૂપીયા ૭૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગારધારા કલમ ૧૨ મુજબ નોંધાયો છે…
વાંકાનેર તાલુકાના આણંદપરના જગદિશભાઈ ઉર્ફે જગાભાઈ જીવણભાઈ કુકાવા (ઉ.55) સીમમાં જય મેલડી પંચરની દુકાન પાસે પ્લાસ્ટિકના બાચકામાં કોથળીઓ નંગ,-૪૦ દેશી દારૂ લીટર-૧૦ કી.રૂ.૨૦૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખી મળી આવતા અને મહીકાના 
હંસાબેન ગોરધનભાઇ રોજાસરા (ઉ.45) મહીલા આરોપીએ મહીકા કાબરા નેસ રહેણાંકના મકાનમાં પ્લાસ્ટિકના બાચકામાં કોથળીઓ નંગ.૨૫ દેશી દારૂ જેવું કેફી પ્રવાહી કિંમત રૂ.૧૦૦૦/-નો વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખી મળી આવતા ગુન્હો પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(એ) મુજબ નોંધાયો છે…
