કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કાછીયાગાળા પાસે બાઇકને ટ્રેક્ટરે હડફેટે લેતા બે જણાને ઇજા

કેરાળા ગામના બે જણાને અકસ્માતમાં ઇજા

ચંદ્રપુર પાસે આવેલ નુર પ્લાજા સામેનો બનાવ

વાંકાનેર: તાલુકાના કેરાળા ગામના બે જણા મોટરસાયકલ લઈને કેરાળાથી વાંકાનેર આવતા ચંદ્રપુર પાસે આવેલ નુર પ્લાજાની સામે પાછળથી ફોરવ્હીલ કાર મોટરસાયકલને ભટકાડતા બન્નેને શરીરે ઇજાઓ થયેલ, જેમાંથી એકને વાંકાનેર અને વધુ ઈજાગ્રસ્ત બીજાને રાજકોટ અને પછી અમદાવાદ ખાતે ખાનગી હોસ્પીટલમાં લઈ ગયેલ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામના ગુલામહુશેનભાઇ મહમદભાઇ કડીવાર (ઉ.વ.૪૫) એ ફરીયાદમાં લખાવેલ છે મારે સંતાનમા મોટો દિકરો મોહમદસાહિલ (ઉ.વ.૧૬) તથા નાની દિકરી નાજીશબાનુ (ઉ.વ.૧૩) છે. ગઈ તા.૩૧/૦૫/૨૦૨૫ ના બપોરના હું તથા મારા પાડોશી ગુલામમોઇનભાઇ નુરમહમદભાઇનું જ્યુપીટર મોટરસાયકલ રજી.નં.GJ-36-M-4085 વાળુ લઈને ગુલામમોઇનભાઇને

વાંકાનેર ખાતેથી વસ્તુ લેવાની હોવાથી અમે બન્ને કેરાળાથી વાંકાનેર જવા નીકળેલ અને ગુલામમોઇનભાઇ મોટરસાયકલ ચલાવતા હતા. વાંકાનેર ચોટીલા હાઇવે પર વાંકાનેર તરફ આવતા હતા ત્યારે ચંદ્રપુર પાસે આવેલ નુરપ્લાજાની સામે પહોંચેલ ત્યારે પાછળથી ફોરવ્હીલ કાર નં GJ-12-IC-0529 પુરઝડપે આવી અમારા મોટરસાયકલને પાછળથી ભટકાડતા અમે નિચે રોડ ઉપર પડી ગયેલ અને કાર જતી રહેલ. અમને બન્નેને શરીરે ઇજાઓ થયેલ હોય જેથી કોઇ અજાણ્યા માણસે પોતાની ગાડીમાં ચંદ્રપુર પાસે આવેલ ગેલેક્સી હોસ્પીટલમાં લઈ ગયેલ અને

ત્યાં અમારા સગા સબંધીને જાણ થઈ જતા ઇમ્તીયાજભાઇ શેરશીયા, શમ્યુલભાઇ બાદી તથા ઇલમુદીનભાઈ બાદી બધા પણ હોસ્પીટલ આવી ગયેલ, મને બન્ને પગના ઢીચણમાં, બન્ને હાથમાં તથા માથાના ભાગે ઇજા થયેલ હોય અને ગુલામમોઇનભાઈને માથાના ભાગે તથા કમરના ભાગે ફેક્ચર જેવી ઇજા હોવાથી પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ, એમને વધુ સારવારની જરૂર હોય અમદાવાદ ખાતે ખાનગી હોસ્પીટલમાં લઈ ગયેલ હોય અને તેને પાછળ કમરના ભાગે મણકામાં ફેક્ચર જેવી ઇજા હોવાથી તેનું ઓપરેશન કરવાનુ હોવાથી તેને ત્યાં દાખલ કરેલ છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!