નકલંકધામ હડમતિયા ગુર પુર્ણીમા મહોત્સવ દરમિયાન જીવણ સ્વામી એવોર્ડ અને પ્રેમદાસ એવોર્ડ અર્પણ
વાંકાનેરનુ વિરલ વ્યક્તિત્વ અને મહામુલુ રતન એટલે મનજીભાઈ ગોવિંદભાઈ ધરોડીયા. લોકલાડીલુ નામ મનજીભાઈ માસ્તર એમણે વાંકાનેરની પ્રગતીમા સિંહ ફાળો આપ્યો છે. પ્રજાપતિ સમાજ માટે એમણે ખુબ ઉમદા નોંધપાત્ર યોગદાન આપ્યુ છે, એ સમાજ કદી વીસરી
શકે એમ નથી. વાંકાનેર શાકમાર્કિટ મનજીભાઈ માસ્તરે બનાવડાવેલ છે. મીલ મજુરોનુ સંઘ અને મંડળી એમણે પાયો નાખ્યો છે, પ્રજાપતિ સમાજની વાડી એમણે ઉભી કરેલ છે તેમજ કોઈ નાત જાતના ભેદભાવ વગર અનેક પરીવારની રોજીરોટીની ચિંતા કરી એમણે અસંખ્ય
યુવાનોને ધંધા રોજગાર અપાવ્યા હતા. એવા આપણા સહુના લોકલાડીલા મનજીભાઈ માસ્તરને “ગુરૂશ્રી પ્રેમદાસ બાપુ એવોર્ડ ” થી સન્માનીત કરવામા આવ્યા. એવાજ એક બીજા મહામુલા મહાનુભાવ ડાયાલાલ પ્રેમજીભાઈ કણસાગરાને પણ લોકસાહિત્ય ક્ષેત્રે આજીવન
અજાચક સેવા કરવા બદલ, ધર્મ થાનકોના વિકાસ, ઉત્થાન અને વિસ્તાર પ્રચારમા જેમણે પોતાનુ જીવન ખર્ચી નાખ્યુ છે, એવા ધર્મસેવક- સંતસેવક-સાહીત્ય સેવક તરીકે ડાયાલાલ મંત્રીશ્રીને “ગુરૂશ્રી જીવણ સ્વામી એવોર્ડ” એનાયત કરવામા આવ્યો. ડાયાલાલે આજીવન ચાર
હજારથી વધુ જાહેર કાર્યક્રમ આપ્યા છે. પોતાના પિતાને બાળપણમાં વચન આપેલુ કે સરસ્વતીનો વેપાર નહી કરૂ – વાણીને વેચી રૂપિયા નહી લઉ, એ વચન આજ સુધી બખુબી નીભાવ્યુ છે. આ બાબતે તેઓ માત્ર આપણા વાંકાનેર જ નહી. સૌરાષ્ટ્ર ગુજરાતને પણ ગૌરવ
અપાવ્યુ છે. પોતે એક સામાન્ય પરિવારમાથી ઉછરી મોટા થયા ખુબ અછત અને ગરીબીનો સામનો કર્યો, પણ વચનમાંથી ચલીત ન થયા અને ખૂબ સંધર્ષ કરી પગભર થઈ સરકારી નોકરી પ્રાપ્ત કરી આજે એમનુ નામ આદર અને ગૌરવપૂર્ણ રીતે સંતો, સાહિત્યકારો, કવિ, લેખકો અને બહોળા સમાજમા લેવાય છે. આ બન્ને મહાનુભાવોને એમના ચાહકો ખુબ અભીનંદન પાઠવી રહ્યા છે…
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા
