વાંકાનેર: અહીં પ્રતાપ રોડ ઝાલા હોસ્પીટલ પાસે એક્સીસ બેન્કની સામે બાતમીના આધારે મોરબી એલ.સી.બી. ખાતાએ વર્લી ફીચરના આંકડા બાબતે બે આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
જાણવા મળ્યા મુજબ પ્રતાપ રોડ ઝાલા હોસ્પીટલ પાસે એક્સીસ બેન્કની સામે રોડ પર કલ્યાણ, ટાઈમ ઓપન, મીલન તથા અલગ અલગ આંકડાઓ લખતા
ઈકબાલભાઈ અશરફભાઈ ચૌહાણ જાતે સીપાઈ (ઉ.વ.૨૩) ધંધો ઇંડાની લારી રહે. પ્રતાપ રોડ સીપાઇશેરી વાળાને પકડેલ છે. એમની પાસેથી રોકડા રૂ.૧૦,૭૦૦/- અને મોબાઇલ કિંમત રૂ.૫,૦૦૦/- કબ્જે કરેલ છે અને આરોપીની ધોરણસર અટક કરેલ છે.
એલ.સી.બી. ખાતાએ વર્લી ફીચરના આંકડાઓની કપાત બાબતે પુછપરછ કરતા પોતે તેના મિત્ર જુનેદ યાકુબ ભટ્ટી રહે. મીલપ્લોટ વાળા સાથે કપાત કરાવતો હોવાનું જણાવતા તેમને પણ આરોપી બનાવેલ છે, જો કે તે હાજર મળી આવેલ નહોતા.
આ કાર્યવાહીમાં અનાર્મ પો.હેડ.કોન્સ.એલ.સી.બી. મોરબી ઈશ્વરભાઈ મેલાભાઈ કલોતરા, એલ.સી.બી. સ્ટાફના પો.હેડ. કોન્સ. ભરતભાઈ ઘેલાભાઈ જીલરીયા, નીરવભાઈ માવજીભાઈ મકવાણા તથા પો.કન્સ. દશરથસિંહ ગગુભા પરમાર જોડાયેલ હતા.
પોલીસ સ્ટેશનેથી
સર્પ આકારે વાહન ચલાવતા:
વાંકાનેર રામ ચોક પ્લે હાઉસનો ઢાળ ઉતરતા સ્થળે રહેતા જાની જય રાજેન્દ્રભાઇ નશો કરેલી હાલતમાં મોટર સાયકલ ચલાવતા મોટર સાયકલ કબ્જે અને કાર્યવાહી
વાહનમાં પાઇપ મળી આવતા:
વાંકાનેર મૂળ ગામ ગારિયા હાલ આરોગ્યનગરમાં રહેતા હંસરાજ ગોવિંદભાઇ વસાણીયાની બોલેરોમાં લોખંડનો પાઇપ મળી આવતા હથિયાર અંગેના જાહેરનામાનો ભંગ કરતા કાર્યવાહી
દારૂ સાથે:
(1) વાંકાનેર ગાયત્રી મંદિર સામે મફતિયાપરામાં રહેતા ઘનશ્યામ ઉર્ફે ઘનો જીવરાજ પઢારીયા (2) ભાટિયા સોસાયટી શારદા સ્કૂલવાળી શેરમાં રહેતા ધર્મેશ ઉર્ફે ધમો ચંપકલાલ ગુંદારીયા અને (3) મિલ પ્લોટ પરશુરામ પોટરી પાસે રહેતા દિવ્યેશ જેઠાભાઇ ગુગડીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
દીવાનપરાના અમિત રમેશભાઈ સરાવાડીયા પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
મહિકાના સંજય સુખાભાઈ મુંધવા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી