કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દારૂ સાથે બે શખ્સોની ધરપકડ

73 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે

સરતાનપર ગામની સીમમાં રહેતા શખ્સની ખેતરડી પાસેથી અને વીરપરના બીજા શખ્સની ધરપકડ

હળવદ તાલુકાના ખેતરડી ગામ પાસેથી બાઈક નંબર જીજે 13 એએસ 6536 લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને ચેક કરતા તેની પાસેથી 100 લિટર દેશીદારૂ મળી આવ્યો હોય 30000 ની કિંમતનું બાઈક અને દારૂનો જથ્થો કબજે કરી પોલીસે નરવીરભાઈ ઉર્ફે લાલો બાબુભાઈ નંદેસરીયા જાતે કોળી (28) રહે. સરતાનપર ગામની સીમ છોટુભા દરબારની વાડી તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે.

આવી જ રીતે ત્યાંથી બાઈક નંબર જીજે 36 એઇ 5881 લઈને નીકળેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી 50 લિટર દેશીદારૂ મળી આવતા પોલીસે 40000 ની કિંમતનું બાઈક અને દારૂનો જથ્થો કબજે કરીને ધર્મદીપભાઈ પ્રતાપભાઈ તકમડિયા જાતે કાઠી દરબાર (19) રહે વીરપર ગામ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે આમ જુદા જુદા બે બાઈક સહિત કુલ મળીને 150 લીટર દેશી દારૂનો જથ્થો કબજે કરી પોલીસે 73 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે

Content Copying Forbidden !!

error: Content is protected !!