કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટંકારાના વિરપર ગામે તળાવમાં બે વ્યક્તિ ડૂબી ગયા

તળાવના સામાકાંઠે પડેલી રીક્ષા લેવા જતા સમયે બનેલી ઘટના

ટંકારા તાલુકાના વિરપર ગામે આજે રવિવારે વહેલી સવારે બે લોકો તળાવમાં ડૂબી જતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. તળાવના સામા કાંઠે રિક્ષા લેવા જઈ રહ્યાં હતાં તે દરમિયાન કોઝવેમાં પગ લપસી જવાથી આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.મોરબી ફાયર બ્રિગેડે બનાવની જાણ થતા જ દોડી જઈ બન્નેના મૃતદેહ શોધી કાઢ્યા હતા…

જાણવા મળતી માહિતી પ્રમાણે આજે રવિવારે વહેલી સવારે ટંકારા તાલુકાના વીરપર ગામના તળાવના સામાકાંઠે પડેલી રીક્ષા લેવા જતા સમયે કોઝવેમાં પગ લપસી જતા પ્રવિણભાઈ નરસીભાઈ સાણંદિયા અને પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સાણંદિયા તળાવમાં ગરક થયા હતા. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમોએ શોધખોળ શરૂ કરતાં પ્રથમ પ્રવિણભાઈ નરસીભાઈ સાણંદિયા (ઉ.વ. 45)ની લાશ મળી આવી હતી અને બાદમાં પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સાણંદિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ નાના એવા ગામમાં એક સાથે બબ્બે લોકોના તળાવમાં ડૂબી જતા મૃત્યુ નિપજતા વીરપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું…

Content Copying Forbidden !!

error: Content is protected !!