વાંકાનેર: ધમલપર-૨ શેરી નં.૦૪ પાસે ચોકમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા બે શખ્સોને પોલીસ ખાતાએ પકડેલ છે.
સીટી પોલીસ સ્ટેશનેથી જાણવા મળ્યા મુજબ ધમલપર-૨ શેરી નં.૦૪ પાસે ચોકમાં પોલીસે રેઇડ કરતા જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વાળી જોવામા
આવતા જે પોલીસને જોઈને નાશભાગ કરવા લાગતા કોર્ડન કરી (૧) વિરાજભાઈ મનસુખભાઈ સેટાણીયા (ઉ.વ.૧૯) રહે. ધમલપ૨-૨
(૨) સાગરભાઈ જગદિશભાઈ સુરેલા (ઉ.વ.૨૦) રહે. ધમલ૫૨-૨ વાળાને રૂ. 4150 ના મુદામાલ સાથે પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ
કાર્યવાહી પોલીસ કોન્સ. વાંકાનેર સીટી પો.સ્ટે. અજયભાઈ સગરામભાઇ અલગોતર, પો. હેડ. કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા જનકભાઈ વલ્લભભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી…
ટ્રાફિક નિયમના ભંગ:
મિલેનિયમ સોસાયટી સામે પચ્ચીસ વરિયામાં રહેતા અલીભાઈ અબ્દુલભાઇ શેખ સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી