વાંકાનેર: રાજકોટ ખાતે રહેતા એક શખ્સને સરકારશ્રી તરફથી દિગ્વિજયનરમાં મળેલા ૧૦૦-૦૦ ચો.વારના બે પ્લોટમાં આરોપીએ છેલ્લા પાંચ વર્ષથી ગેરકાયદેસર રીતે કબ્જો કરી તેમાં પ્રજાપતિ જનરલ સ્ટોર નામની બે દુકાનો બનાવી દબાણ કરી પ્લોટની જમીન પચાવી પાડી જમીનમાં અનઅધીક્રુત રીતે કબજો કરેલ છે….

જાણવા મળ્યા મુજબ ‘કલ્યાણી’ બ્લોક નં.પી, રૂષી વાટીકા, ૧૫૦ ફુટ રીંગ રોડ, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રહેતા ગીરીશકુમાર મુળશંકર રાવલ (ઉવ.૬૧) ફરિયાદમાં લખાવેલ છે કે આરોપી રાજેશભાઈ ગોરધનભાઈ મકવાણા રહે. દિગ્વિજયનગર વાંકાનેર પ્રજાપતિ જનરલ સ્ટોર વાળાએ ફરીયાદીને વાંકાનેર નગરપાલિકા દ્વારા લેખ નં.૧૩૮૯ તા. ૧૬/૦૩/૧૯૮૩ થી વાંકાનેર જડેશ્વર રોડ ઉપર મા. વડાપ્રધાનશ્રીના ૨૦ મુદ્દાના આર્થિક કાર્યક્રમ અંતર્ગત જમીન વિહોણા લોકોને ઘર બનાવવાની શરતે ૧૦૦-૦૦ ચો.વારનો પ્લોટ નં.૨૯ ક્ષેત્રફળ ૮૩.૬૧ વાળો જે

વાંકાનેર નગરપાલિકાના થુ ઇટસ મુખ્ય અધિકારીશ્રી ભારતસિંહ પ્રતાપસિંહ ઝાલાએ વેચાણ રજી.દસ્તાવેજ નં.૧૬૧/૧૯૯૦ તા. ૧૪/૦૨/૧૯૯૦ થી વેચાણ આપેલ હોય જે પ્લોટમા આરોપીએ છેલ્લા પાંચ વર્ષથી ગેરકાયદેસર રીતે કબ્જો કરી તેમાં પ્રજાપતિ જનરલ સ્ટોર નામની બે દુકાનો બનાવી દબાણ કરી પ્લોટની જમીન પચાવી પાડી જમીનમાં અનઅધીક્રુત રીતે કબજો કરી હાલ સુધી પોતાના કબ્જામા રાખી વપરાશ કરતા હોઈ ગુન્હો ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનીયન-૨૦૨૦ ની કલમ-૩,૪(૩), ૫(ગ) મુજબ દાખલ થયેલ છે…
