વાંકાનેર: લિંબાળા ગામે બસ સ્ટેશન પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા હતા ત્યારે ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઉસ્માનભાઈ હુશેનશા શેખ (35) રહે. કલ્યાણપર રોડ ટંકારા અને નાસીરભાઈ મહેમુદભાઈ શેખ (30) રહે ગારીયા ગામના બોર્ડ પાસે ઝૂંપડામાં વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેની પાસેથી 1,130 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે..




આવી જ રીતે વાંકાનેર સિટીમાં સ્ટેશન રોડ ઉપર હાઈ સ્કૂલની પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અશરફભાઈ કરીમભાઈ શેખ મળી આવતા પોલીસે તેની પાસેથી 620 રૂપિયાની રોકડ કબજે કરી હતી…
