કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં બે દરોડા

5120 નો મુદામાલ સાથે 8 આરોપી સામે કાર્યવાહી

વાંકાનેરના ગારીડા ગામે નિશાળ પાછળ જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત પોલીસને મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર જુગાર રમતા ગોપાલભાઈ જાદવભાઈ ડાભી (૩૮) રહે. ગારીડા, વિશાલભાઈ બાબુભાઈ મેઘાણી (૧૯) રહે. મોટી મોલડી, લાલાભાઇ ચંદુભાઈ મકવાણા (૩૨) રહે. ગારીડા, વિજયભાઈ મગનભાઈ ડાભી (૩૫) રહે. ગારીડા અને પુનાભાઈ વશરામભાઈ માલણ (૪૩) રહે. ગારીડા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૩૯૪૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

વાંકાનેર તાલુકા પોલીસી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના તળાવ પાસે સતીમાની દેરીની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેવાભાઈ રાયમલભાઈ કુંઢીયા (૩૬), મહેશભાઈ વલ્લભભાઈ કુંઢીયા (૨૭) અને સંજયભાઇ ધીરૂભાઇ કોંઢીયા (૩૦) રહે. બધા જ પંચાસિયા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૧૮૦ની રોકડ કબજે કરી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરેલ છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!