વાંકાનેર: સિપાઈ શેરી સામેથી અને લક્ષ્મીપરા ચોક ખાતેથી બે જણાને વર્લીફીચરના આંકડા સબબ ગુન્હો નોંધાયો છે.





જાણવા મળ્યા મુજબ (1) ઈકબાલભાઈ અસરફભાઈ ચૌહાણ (ઉ.વ.25) રહે. વાંકાનેર સિપાઈ શેરી (2) જુનેદભાઇ યાકુબભાઇ ભટ્ટી (ઉ.વ.30) સુરેન્દ્રનગર ટાવર પાસે પોસ્ટ ઓફીસ પાછળ વાળાને આરોપી નં. ૧ એ જાહેરમાં વર્લીફીચરના નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રમાડતા રોકડ રૂ .૧૧,૧૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા અને આરોપી નં.૨ પાસે કપાત કરાવી ગુનામાં એક બીજાને મદદગારી કરવા સબબ જુગારધારા કલમ ૧૨-અ મુજબ ગુન્હો નોંધાયેલ છે…
તેવી જ રીતે કે વાંકાનેર લક્ષ્મીપરા ચોક ખાતે કુલ રૂ.૨૬૦૦/- ના મુદામાલ સાથે (1) અસીમભાઈ સલીમભાઈ ગોરી (સિપાઈ) (ઉ.વ.૩૧) રહે. વાંકાનેર બંધુસમાજ હોસ્પીટલની સામે અને જમાલભાઈ ખલીફા સામે વર્લીફીચરના આંકડા સબબ જુગારધારા કલમ ૧૨-અ મુજબ ગુન્હો નોંધાયો છે…
