રાતીદેવડીની સીમમાં સગીરાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ
સરતાનપર માટેલ રોડ પર બાઇકને ટ્રકે હડફેટે લેતા પતિની સામે પત્નીનું મોત
વાંકાનેર: તાલુકાના રાતીદેવડી ગામની સીમમાં તોફિકભાઈની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક પરિવારની પુત્રી જયાબેન રાકેશભાઈ ડાવર ઉ.16 નામની સગીરાએ ગત તા.6 ડિસેમ્બરના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ પર ગઈકાલે બપોરના સમયે જીજે – 13 – બીસી – 3612 નંબરનું બાઈક લઈ પત્ની સાથે જઈ રહેલા ફરિયાદી હિમતભાઈ ઉકાભાઈ રાઠોડ ઉ.48 રહે બાફીટ સિરામિક સરતાનપર, મૂળ રહે સોલડી તા. ધ્રાંગધ્રા વાળાના બાઈકને ટ્રક ટ્રેઇલર નંબર આરજે – 01 – જીડી – 3745 વાળાએ હડફેટે લેતા હિમતભાઈને ઈજાઓ પહોંચી હતી તેમજ હિમતભાઈને પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

