કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હરસની બીમારીથી કંટાળીને વૃદ્ધે ગળેફાંસો ખાધો

મેસરિયા અને ઢુવા ગામે અપમૃત્યુના અલગ અલગ બે બનાવ

છત ઉપરથી પડી જવાથી અને છાતીમાં દુખાવાથી મરણ

વાંકાનેર : તાલુકાના મેસરિયા અને ઢુવા ગામે અપમૃત્યુના અલગ અલગ બે બનાવમાં છત ઉપરથી પડી જવાથી તેમજ છાતીમાં દુખાવાથી મરણ અકાળે મૃત્યુ થવાના બે બનાવ બન્યા હતા…

પ્રથમ બનાવમાં ગત તા.19ના રોજ વાંકાનેરના ઢુવા નજીક આવેલ વરમોરા ટાઈલ્સ ફેકટરીમાં કામ કરતી વેળાએ પડી ગયેલા મૂળ અકાળા ગીરના રહેવાસી રણજીતભાઈ જેન્તીભાઈ સોંદરવા (ઉ.30) નામના યુવાન છત ઉપરથી પડી જતા માથામાં તેમજ છાતીના ભાગે ઇજાઓ પહોંચતા મોરબી બાદ રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું…
બીજા બનાવમાં મેસરિયા ગામના બસસ્ટેન્ડ પાછળ આવેલ મેનેક્સ કમ્પોઝાઈટ નામના કારખાનામાં કામ કરતા શ્યામસિંગ રાજારામ યાદવ (ઉ.40) મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી યુવાનને છાતીમાં દુખાવો ઉપડયા બાદ કુવાડવા ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બંને ઘટનામાં વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!