કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર તાલુકાના બહાર પડેલા બે ટેન્ડરો

વાંકાનેર તાલુકાના બહાર પડેલા બે ટેન્ડરો

વિસીપરાથી રામટેકરી અને ભીમગુડા એપ્રોચ રોડનો સમાવેશ

ગારિયા, હોલમઢ, સમઢીયાળા અને મેસરિયામાં અવેડા બનશે

વાંકાનેર: વિસીપરાથી રામટેકરી રોડ અને પાડધરા – મકતાનપર રોડને જોડતા ભીમગુડા એપ્રોચ રોડ તથા ગારિયા, હોલમઢ, સમઢીયાળા અને મેસરિયામાં અવેડા બનાવવાના કામના ટેન્ડર બહાર પડયા છે, જે કામો પાછળ કુલ રૂપિયા 87.28 લાખ નો ખર્ચ અંદાઝાયો છે…

(1) વાંકાનેર વિસીપરાથી રામટેકરી રોડનું રિસરફેસિંગ કિ.મી. 0/0 થી 0/450 (નોન પ્લાન) અને પાડધરા – મકતાનપર રોડને જોડતા ભીમગુડા એપ્રોચ રોડનું રિસરફેસિંગ કિ.મી.0/0 થી 0/950 (વી.આર) નું ટેન્ડર મોરબી જીલ્લા પેકેજ નં.RPC-1 /MRB/ MMGSY/ Normal/2025-26/P.04 તા.વાંકાનેર હેઠળ બહાર પડયું છે, આ કામનો સમયગાળો: 04 મહિના છે, ટેન્ડર સબમિશનની છેલ્લી તારીખ: 15 ડિસેમ્બર 2025 અને એસ્ટીમેન્ટ : ₹ 83.08 લાખ છે, ટેન્ડર ફી: ₹ 2400 તથા ડિપોઝીટ રકમ: ₹ 84000 છે….

(2) વાંકાનેર તાલુકાના ગારિયા, હોલમઢ, સમઢીયાળા અને મેસરિયા ગામના અવેડાના બાંધકામ કરવાનું ટેન્ડર બહાર ૧૫ એફસી ગ્રાન્ટ હેઠળ ૫ મી વાર બહાર પડયું છે, જે કામ ૦૩ મહિનામાં પૂરું કરવાનું છે, ટેન્ડર સબમિટ કરવાની અંતિમ તારીખ: ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ છે અને એસ્ટીમેન્ટ ₹ ૪.૨૦ લાખ, ટેન્ડર ફી: ₹ ૬૦૦ તથા ડિપોઝીટ રકમ: ₹ ૫૦૦૦ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!