વાંકાનેર સ્ટેશને ગુવાહાટી એકસપ્રેસ અને પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ મોડી આવશે
પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનની કઈ કઈ ટ્રેનને રિશિડ્યુલ એટલે કે સમયમાં પરિવર્તન કરાયું છે તે જાણો

રિશેડ્યુલ થયેલી ટ્રેનો:
ટ્રેન નં. 15635 ઓખા-ગુવાહાટી એકસપ્રેસ 22.08.2025 ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમય 12.15 વાગ્યાને બદલે 5 કલાક અને 45 મિનિટ મોડી 18.00 વાગ્યે ઉપડશે.
ટ્રેન નં. 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ 22.08.2025 ના રોજ પોરબંદરથી તેના નિર્ધારિત સમય 19.40 વાગ્યાને બદલે 1 કલાક અને 10 મિનિટ મોડી 20.50 વાગ્યે ઉપડશે.


રેલવે તંત્ર યાત્રીઓને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી જેથી કોઈ પ્રકારની અસુવિધા ન થાય…
