વાંકાનેર નજીક ટ્રેન અકસ્માતના બે બનાવોમાં બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં એક યુવકે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો છે. જ્યારે એક પ્રૌઢનું ટ્રેનમાંથી પડી જતા મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દલડી તથા લુણસરિયા રેલવે સ્ટેશન વચ્ચે જામનગર – વડોદરા ઇન્ટરસિટી ટ્રેન 22960 નીચે પડી જતા અંદાજે 55 વર્ષના પ્રૌઢના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેના કારણે તેમનું મોત નીપજ્યું છે. આ વ્યક્તિના સફેદ ઝભ્ભો તથા સફેદ ધોતી પહેરેલ છે. નાકની ડાબી બાજુ મસાનું નિશાન છે. જે કોઈ તેને ઓળખતા હોય તેઓને મો.નં. 9033776511 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
બીજા એક બનાવમાં વાંકાનેર તથા લુણસરિયા વચ્ચે ભાવનગર ઓખા લોકલ ટ્રેન 19209 નીચે એક અજાણ્યા 35 વર્ષના યુવકે પડતું મૂકી આપઘાત કરેલ છે. તેને સફેદ શર્ટ તથા બ્લુ પેન્ટ પહેર્યું હતું, જમણા હાથ ઉપર વીંછી દોરાવેલું છે. જે કોઈ તેને ઓળખતા હોય તેઓને મો.નં.6352635525 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.