રોડ ઓળંગતી વખતે બનેલો બનાવ
વાંકાનેર: નર્સરી ચોકડી પાસે સરકારી ખરાબામા ઝુપડામા ભોજપરા મોટા રહેતા ભુરીબેન બકાભાઈ સીંધવ જાતે સરાણીયા (ઉ.વ.૪૫) વાળાએ લખાવેલ છે કે એમને સંતાનમા ચાર દીકરા અને ચાર દીકરી છે અને એમના પતી બકાભાઈ ઘર મુકીને જતા રહેલ છે. તેઓ સાથે

રહેતા નથી. તા.૧૧/૦૭/૨૦૨૪ ના સાંજના વાંકાનેરમાં કામે ગયેલ હતા અને કામ પૂર્ણ કરી વાંકાનેર જીનપરા જકાત નાકાથી રીક્ષામા બેસી ઘરે આવતા હતા, ત્યારે નર્સરી ચોકડી પાસે રોડ ઉપર ઉતરેલ અને બધા ભોજપરા રોડ પર જવા માટે રોડ ઓળંગતા હતા ત્યારે એક મોટર

સાયકલ ચાલક વાંકાનેર તરફથી આવી રહ્યો હતો, એમણે ફરિયાદીની બહેન વનીતા તથા માસીની દીકરી નયનાને મોટર સાયકલ ભટકાડી રોડ પર ફંગોળી દીધેલની વાત ફરિયાદીની દીકરી જયાએ આવીને કરતા ફરિયાદીની બહેન અનીબેન, નરેશભાઈ માનાભાઈ સિધવ તથા

હંસરાજભાઈ પોખરાજભાઈ પરમાર બનાવ વાળી જગ્યાએ નર્સરી ચોકડી ખાતે ગયેલ વનીતા તથા નયના બંન્નેને એકસીડન્ટમા લાગેલ હતુ, ત્યા આ અકસ્માત કરનાર મોટર સાયકલ પણ રોડ પર પડેલ હતુ પોતાને વાંચતા લખતા આવડતુ ન હોય મોટર સાયકલના નંબર બીજાએ

લખી આપેલ. ઇજાગ્રસ્તને ૧૦૮ એમ્બયુલન્સમાં વાંકાનેર સરકારી દવાખાને લઈ ગયેલ હતા અને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયેલ હતા
