




વાંકાનેર શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર મિલ સોસાયટીમાંથી સીટી પોલીસે જાહેરમાં વરલી મટકાના જુદી – જુદી બજારના આંકડા લઈ વરલી મટકાનો જુગાર રમાડતા દેવરાજ ઉર્ફે પિન્ટો નાગજીભાઈ સુરેલા નામના શખ્સને રોકડા રૂપિયા 4,780 તેમજ વરલી સાહિત્ય અને બોલપેન તેમજ આંકડા લખેલી ચિઠ્ઠીઓ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
વાંકાનેરમાં આરોપી ગડીબેન ભાનુભાઇ જખાણીયા સરતાનપર રોડ,સ્પેન્ટો પેપરમીલ પાછળ ખુલ્લા પટમાં પોતાના કબ્જામાં રૂપિયા ૨૦૦ની કિમતના ૧૦ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.
બીજા કેસમાં વાંકાનેરમાં આરોપી મીનાબેન ગભરૂભાઇ માથાસુરીયા માટેલ રોડ, વિકાસ હોટલ પાછળ પડતર ખરાબામાં પોતાના કબ્જામાં રૂપિયા ૧૪૦૦ની કિમતના ૭૦ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.