ગરમ પાણી બંને શ્રમિકને ઉડેલ
વાંકાનેર:તાલુકાના જેતપરડા ગામે આવેલી અશીયાટીક કેમિકલ નામની કંપનીમાં કામ કરતાં મુળ મધ્યપ્રદેશના બે મજૂર ગરમ પાણી ઉડતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ જેતપરડાની કંપનીમાં કામ કરતાં મુળ એમપીના વિનોદ દુબલીયાભાઇ મેડા (ઉ.વ.૨૫) અને મનિષ રમેશભાઇ નીનામા (ઉ.વ.૨૦) કંપનીમાં પાવડર બનાવવાના મશીન પર કામ કરતાં હતાં ત્યારે ઢાંકણું ખોલવા જતાં બોલ્ટ નીકળી જતાં ગરમ પાણી બંને મજૂરને ઉડતાં મોઢા-શરીરે દાઝી જતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર સીટી પોલીસન જાણ કરી હતી.

વિનોદ બે ભાઇ અને બે બહેનમાં મોટો છે અને સંતાનમાં બે દિકરા છે. જ્યારે મનિષ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો છે. તેના લગ્ન થઇ ગયા છે. બંને રાજકોટ સારવાર હેઠળ હોઇ પોલીસે નિવેદન નોંધવા કામગીરી હાથ ધરી હતી…
