વાંકાનેર: તાલુકાના ઢુવામાંથી પોલીસ ખાતાએ બે શખ્સોને વરલીના આંકડા લખતા ઝડપ્યા છે.

આ અંગે જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકડીએ મળેલ બાતમીના આધારે માટેલ રોડ દ્વારકાધીશ હોટલ પાસે વર્લી ફીચરના ‘કલ્યાણ બં’ ના આંકડા લખતા બાબુભાઈ ઉર્ફે રાજવીર જાદવજીભાઈ લીલપરા જાતે કોળી (ઉ.વ.૨૦) રહેવાસી હાલ-માટેલ રોડ, દ્વારકાધીશ હોટલ પાછળ મુળ ગામ-સુંદરગઢ તા.હળવદ વાળો
ઝડપી શર્ટના ખીસ્સામાંથી રોકડા રૂ.૫૫૦/- મુદામાલ કબ્જે કરી પોલીસ સ્ટાફે જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબનો ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી કરેલ છે આ કાર્યવાહી અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હરિશ્ચંદ્રસિંહ અજમલસિંહ ઝાલા તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી

બીજા કિસ્સામાં ઢુવા-માટેલ રોડ અમરધામ પાસે વર્લી ફીચરના ‘કલ્યાણ બં’ ના આંકડા લખતા બળદેવભાઈ ખોડાભાઈ દેગામાં જાતે કોળી (ઉ.વ.૩૫) રહે. નવા ઢુવા તા.વાંકાનેર વાળો

ઝડપી રોકડા રૂ.૪૭૦/- મુદામાલ કબ્જે કરી પોલીસ સ્ટાફે જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબનો ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી કરેલ છે આ કાર્યવાહી અનાર્મ લોકરક્ષક અજયસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા અને પો.કોન્સ. હરીશચંદ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી

રાતના આંટાફેરા કરતો પકડાયો:
રાત્રીના અંધારામાં જાલી ચોકડી પાસેની દુકાનો પાસે આંટાફેરા કરતા પોલીસ સ્ટાફને જોવામા આવતા હાજરી બાબતે પુછપરછ કરતા ગલ્લાંતલ્લાં કરી કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી કરમસીભાઈ રવજીભાઈ વાઘેલા જાતે-દેવીપૂજક (ઉ.વ.૪૦) રહેવાસી શક્તિપરા તા.વાંકાનેર વાળાને મીલકત સંબંધી કોઈ કોગ્ની ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા મજકુરે જી.પી.એકટ કલમ-૧૨૨-સી મુજબનો ગુન્હો કરેલ હોય ધોરણસર અટક કરેલ છે
દેશી દારૂ સાથે:
(1) ભલગામના ગોરધન લાખાભાઇ ભાલીયા અને (2) વીડીભોજપરાના રસ્તે કેનાલ પાસે રહેતા સંગીતાબેન સુરેશભાઈ જખાણીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
(1) આરોગ્યનગરના રાજેશ રમેશભાઈ દેત્રોજા (2) કોઠારીયાના હરેશ વિનુભાઈ કોબીયા અને (3) પાડધારાના ગોરધન વિહાભાઈ ઉકેડીયા પીધેલ પકડાયા
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

