જાલી રોડ હસનપર કારખાનામાં બનેલો બનાવ
વાંકાનેર: તાલુકાના જાલી રોડ હસનપર ખાતે આવેલ કોલ સપ્લાયર્સ કારખાનામાં ૦૨ વર્ષના બાળક કે જે રમતો હતો, તેમને લોડર વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના દીકરા સાથે અકસ્માત કરી હડફેટે લઈ શરીરે ગંભીર ઈજા કરતા મરણ જતા ગુન્હો નોંધાયેલ છે…
જાણવા મળ્યા મુજબ દલ્લુભાઇ મોહનભાઇ બીલવાલ જાતે ભીલ (ઉ.વ.૩૦) રહે. હાલ તીરૂપતિ કોલ સપ્લાયર્સ કારખાનામાં જાલી રોડ હસનપર સીમ તા.વાંકાનેર મુળ રહે. ગુંદીરેલા તા.સરદારપુર જી.ધાર એમ.પી વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૧૦/૦૯/૨૦૨૫ ના રોજ સાંજના હું તથા મારી પત્ની પનાબેન બન્ને જણા તીરૂપતિ કોલ સપ્લાયર્સ કારખાનામાં જાલી રોડ હસનપર ખાતે કામ કરતા હતા અને મારા સંતાનો જેમા મારો દીકરો વીનોદ, મારી દીકરી પુજા તથા 
મારો દીકરો અંકીત કારખાનાની અંદર રમતા હતા, કારખાનામાં રાકેશભાઈ લોડર વાહન રજી નંબર GJ-36-S-6699 વાળુ ચલાવી કોલસો ભરવાનુ કામ કરતા ત્યારે લોડર ચાલક રાકેશભાઇ લોડર બેફીકરાયથી ચલાવી મારા દીકરા અંકીત ઉપર ચડાવી દેતા અકસ્માત કરતા તેને ગંભીર ઇજા થયેલ ખબર પડતા હુ તથા મારી પત્ની તરત ત્યા જગ્યા પર ગયેલ અને ત્યાં કારખાનામાં કામ કરતા બીજા માણસો જેમા કરણભાઈ, અખીલેશભાઈ, કાળુભાઈ તથા અંકુર ભાઈ એમ બધા દોડીને આવી ગયેલ હતા અને 
ત્યાંથી મારા દીકરા અંકીતને ગંભીર હાલતમા બેભાન હોય જેથી વાંકાનેર પાસલીયા સાહેબની હોસ્પીટલ ખાતે સારવારમા લઇ ગયેલ અને ત્યાં મારા કારખાનાના શેઠ રૂષભભાઇ તેની કાર લઇને આવી ગયેલ હતા ડોક્ટરશ્રીએ જોઈ તપાસી સરકારી હોસ્પીટલ વાંકાનેર ખાતે લઇ જવાનુ કહેતા સરકારી હોસ્પીટલ ખાતે લાવેલ અને અહીના ફરજપરના ડોકટરશ્રીએ મારા દીકરા અંકીતને જોઇ તપાસી મરણ ગયેલ જાહેર કરેલ પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહીતા કલમ-૨૮૧,૧૦૬(૧), તથા એમ. વી. એકટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
