વાંકાનેર: દાઉદી વ્હોરા સમાજમાં શોકપર્વ મોહરમના આશુરા પૂર્ણ થયાં, આ વર્ષે સૌરાષ્ટ્રભરમાં જે ગામોમાં દાઉદી વ્હોરા સમાજ વસતો ત્યાં સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ તાજદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિદર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) એ પોતાના પ્રતિનિધિની આગેવાની હેઠળ 



ન્યાઝ, વાએઝ, મજલીસ જેવાં અનેકવિધ કાર્યક્રમો દસ દિવસ યોજી મોહરમ પર્વ ઉજવ્યું હતું એમાંના આશુરાના દિવસે વાંકાનેરમાં રહેતા એમના પપ્પા તાહેરભાઈ મુશ્તાકભાઈ ધીયાવડવાળા (મુશ્તાક સાયકલ, સ્ટેચ્યુ પાસે) અને મમ્મી કનીઝાબેનની બે વર્ષીય પુત્રી શેરેબાનુ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સળંગ ૧૫ કલાક ભુખ્યા તરસ્યા રહી રોઝુ પાળેલ હતું…