પંચાસીયા અને નવપરાના યુવાનો ચા-પાણી પીવા ઊભા રહ્યા અને રીક્ષા સહિત આઇસરે હડફેટે લીધા
મોરબી: વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે પાવર હાઉસ નજીક છકડો રીક્ષાને આઇસર ચાલકે હડફેટ લેતા બે યુવાનોને રાજકોટ સિવિલે ખસેડાયા છે.
મકનસર ગામ પાસે આવેલ પાવર હાઉસ નજીક રોડની સાઇડમાં છકડો રીક્ષા ઊભી રાખીને ચા-પાણી પીવા ઉભેલા સંજય લાલજી ચારોલીયા દેવીપુજક (ઉમર 25) રહે. નવાપરા તા.વાંકાનેર અને તેની સાથે રહેલા પીન્ટુ ચમનભાઇ કુંઢીયા (ઉમર 18) રહે.પંચાસીયા તા.વાંકાનેરને પુરપાટ નિકળેલ આઇસર મેટાડોરના ચાલકે છકડો રીક્ષા સહિત હડફેટે લીધા હતા. અહીં રાબેતા મુજબ પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ બંનેને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. આ બનાવ અંગે નોંધ થતા હાલમાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.