નસીતપરનો યુવાન ઈંગ્લીશ દારૂની બોટલો સાથે પકડાયો
ટંકારા: ટંકારા-મોરબી રોડ પર મોટર સાયકલ સવાર ત્રણ જણા પૈકી ટ્રકના જોટામાં આવી જતા બે યુવાનોનું મરણ નીપજેલ છે અને એકને ઇજા થયેલ છે…
જાણવા મળ્યા મુજબ લીલાપર રોડ જકાતનાકા પાસે તા.જી. મોરબી ખાતે રહેતા અને કલરકામ કરતા અબજલશા ફિરોજશા કારાણી /ફકીર (ઉ.વ-૧૮) ફરિયાદમાં લખાવેલ છે કે તા-૧૮/૦૧/૨૦૨૫ ના બપોરના હું તથા મારા મિત્રો કમાલશા મમુદશા શાહમદાર તથા ઈરફાનશા હુશૈનશા શાહમદાર એમ ત્રણેય જણા મારા મોટાભાઈ રીઝવાનનુ સ્પ્લેન્ડર મો.સા રજી.નં GJ-36-P-0147 નુ લઈને રાજકોટ જવા નીકળેલ હતા અને આ મો.સા ઇરફાનશા ચલાવતો હતો, ટંકારા-મોરબી રોડ પર આવેલ દ્વારકાધીશ જીન પાસે પહોચતા એક ટ્રક
નંબર GJ-03-T-4119 ટંકારા તરફના રોડ પરથી આવેલ અને અચાનક દ્વારકાધીશ જીન તરફ વળેલ અને જોયા વગર ડીવાઇડરમાંથી બહાર કાઢતા મોટર સાયકલ ટ્રકના પાછળના જોટામા આવી ગયેલ અને કમાલશા તથા ઈરફાનશા ટ્રકમાં દબાઈ ગયેલ. ૧૦૮ એમ્બ્યુલન્સમાં મને ટંકારા સ.હો. મા સારવારમા લઈ ગયેલ. વધુ સારવાર માટે મોરબી અને પછી રાજકોટ સ.હો.માં સારવારમા લઈ આવેલ. ગઈ કાલ સાંજના મારા ભાઈ રીજવાનનો ફોન મારા કાકાના ફોનમા આવેલ અને મને જણાવેલ કે મારા મિત્ર કમાલશા તથા ઈરફાનશાને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થયેલ હોય અને મરણ થયેલ છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….
નસીતપરનો યુવાન ઈંગ્લીશ દારૂની બોટલો સાથે પકડાયો
ટંકારા તાલુકાના નસીતપર ગામે કેનાલ રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી 2088 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા વાહન નંબર જીજે-36 એજી 1820 જેની કિંમત 15000 રૂપિયા આમ કુલ મળીને 17,088 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી શ્યામભાઈ ડાયાભાઈ ચૌહાણ (24) રહે. નસીતપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે…