વિસીપરા અને પીપરડી (વિંછીયા)ના યુવાનના મરણ
નવા વઘાસીયા અને વિસીપરાના યુવાનને ફેક્ચર
અમદાવાદ રાજકોટ હાઇવે પર કુચીયાદડ ગામ પાસે આવેલ બ્રીજ પરનો બનાવ
રાજકોટ સાત હનુમાન પાસે આવેલ મામા સાહેબના મંદીરે માંડવામાં જતા હતા
વાંકાનેર: ચાર મિત્રો અમદાવાદ રાજકોટ હાઇવે પર વર્ના કારમાં જતા હતા ત્યારે આગળ જતા ડમ્પર ચાલકે કોઈ પણ પ્રકારની સાઇડ સીગ્નલ બતાવ્યા વગર ટ્રેક બદલી અચાનક બ્રેક મારતા કાર તેની પાછળના ભાગે અથડાતા કુચીયાદડ ગામ પાસે અકસ્માત થયેલ છે, આ અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજેલ છે અને બે યુવાનોને ઇજા થઇ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામે રહેતા અને વ્હાઇટ હાઉસ નામના કારખાનામાં કામ કરતા પ્રવીણભાઈ અમરશીભાઈ સારાવડીયા (ઉવ.૨૪) એ ફરીયાદ લખાવેલ છે કે અમે પાંચ ભાઇ બહેન છીએ જેમા કરણ, મનસુખભાઇ, સંગીતાબેન, મુકતાબેન છે. સૌથી નાનો હું છું ગઇ તા.૨૬/૦૪/૨૦૨૫ ના રોજ રાત્રીના હું તથા મારા મિત્રો અશોકભાઇ બટુકભાઇ સિતાપરા (ઉવ.૩૨) રહે. રામાપીરના મંદીર પાસે વીસીપરા,
મનીષભાઈ બટુકભાઈ સિતાપરા રહે.રામાપીરના મંદીર પાસે વીસીપરા તથા ધીરજ ઉર્ફે પ્રદીપ વિરજીભાઇ જાદવ (ઉવ.૨૬) રહે.પીપરડી ગામ તા. વીંછીયા વાળા અમો બધા શેઠ પ્રફુલભાઇની વર્ના કાર રજી નંબર GJ 03 EC 7451 વાળી લઈ વાંકાનેર ટોલનાકા પાસે આવેલ વ્હાઇટ હાઉસ કારખાનેથી રાજકોટ સાત હનુમાન પાસે આવેલ મામા સાહેબના મંદીરે માંડવામાં આવવા માટે નીકળેલ હતા.
કાર અશોકભાઈ બટુકભાઈ સિતાપરા ચલાવતા હતા. કુચીયાદડ ગામ પાસે આવેલ બ્રીજ ચડતા હતા, ત્યારે અમારી આગળ એક જતા ડમ્પર રજી નંબર GJ 03 BY 9024 ને ઓવર ટેક કરવા જતા ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર કોઇ પણ પ્રકારની સાઇડ સીગ્નલ બતાવ્યા વગર અમારા ટ્રેકમાં લાવી અચાનક બ્રેક મારતા અમારી કાર આ ડમ્પરના પાછળના ભાગમાં અથડાયેલ અને કારનો આગળનો બોનેટવાળો ભાગ વળી ગયેલ અમને ઇજા થયેલ, આગળની સીટમાં બેઠેલા અશોકભાઈ બટુકભાઈ સિતાપરા તથા ધીરજ ઉર્ફે પ્રતીક વિરજીભાઈ જાદવ જેઓને બોલાવતા બોલેલ નહીં,
મને અને મનીષભાઈને ૧૦૮ માં રાજકોટ ખાનગી હોસ્પીટલમાં લાવેલ અને આ અકસ્માતમાં મને જમણા પગમાં ગોળામાં ફેકચર અને ડાબા હાથમાં ખંભાના ભાગે ફેકચર થયેલ છે મિત્ર મનીષભાઈને જમણા પગમાં સાથળમાં ફેકચર અને માથામાં પાછળ ભાગે હેમરેજ થયેલ છે અને મારા મિત્રો રામાપીરના મંદીર પાસે વીસીપરામાં રહેતા અશોકભાઇ બટુકભાઈ સિતાપરા તથા વિરજીભાઈ જાદવ રહે. પીપરડી ગામ તા. વીંછીયા ધીરજ ઉર્ફે પ્રદીપ વિરજીભાઇ જાદવ બન્નેને શરીરે જીવલેણ ગંભીર ઇજાઓ થતા કુવાડવા સરકારી હોસ્પીટલના ડોકટરે મરણ ગયેલાનું જાહેર કરેલ છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….