વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા બે યુવાનોને અને સરતાનપરના એક કોળી યુવાનને અકસ્માતમાં ઇજા થઇ છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા સતિષભાઈ ભુપતભાઈ પાટડીયા (ઉ.૨૫) અને રવિભાઈ નવીનભાઈ પરેચા (ઉ.૨૯) નામના બે યુવાનો હળવદ તાલુકાના સુંદરગઢ ગામના પાટીયા પાસેથી કડીયાણા તરફ જવાના રસ્તા ઉપર બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને બંને યુવાનોને ઈજા થતા તેને સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.


બીજા બનાવમાં વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ગામ નજીક બાઈકમાંથી પડી જતા પગના ભાગે ઇજા પામેલ રવજીભાઈ ધનાભાઈ વિંજવાડિયા (ઉ.29) રહે.સરતાનપર તા.વાંકાનેરને સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યો હતો…
